Close

જીલ્લા પુરવઠા કચેરી – રેશન કાર્ડ

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેને કાર્યરત કરવા માટે અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા કચેરી અગત્‍યની ભુમિકા ભજવે છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સંચાલન માટે અનેકવિધ એજન્‍સીઓ સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે તે માટેની મોનીટરીંગ તથા સુપરવીઝનની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત, આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા તેમજ તે હેઠળના કંટ્રોલ ઓર્ડર હેઠળની ચીજ વસ્‍તુઓની માંગ અને પુરવઠા ઉપર નિયંત્રણ અને દેખરેખ પણ રાખવામાં આવે છે.

મુલાકાત: http://www.dcs-dof.gujarat.gov.in

સ્થળ : જન સેવા કેંદ્રો અને ઝોનલ ઓફિસ | શહેર : છોટા ઉડેપુર | પીન કોડ : 391165
ઇમેઇલ : dso-cho[at]gujarat[dot]gov[dot]in