કલેક્ટોરેટ
જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે,
જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.
જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.
જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું.