ઇતિહાસ
છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા ૧૭૪૩ માં વસાવવામાં આવ્યું હતું. આ રાજ્ય રેવા કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને ૧૦ માર્ચ, ૧૯૪૮ ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું.
શાસકો ( મહારાજા મહારાવલ)
- ૧૭૬૨ – ૧૭૭૧ અરસીસિંહજી
- ૧૭૭૧ – ૧૭૭૭ હમિરસિંહજી II
- ૧૭૭૭ – ૧૮૨૨ ભીમસિંહજી
- ૧૮૨૨ – ૧૮૫૧ ગુમસિંહજી
- ૧૮૫૧ – ૧૮૮૧ જિતસિંહજી
- ૧૮૮૧ – ૧૮૯૫ મોતીસિંહજી
- ૧૮૯૫ – ૧૯૨૩ ફતેહસિંહજી
- ૧૯૨૩ – ૧૯૪૬ નટવરસિંહજી
- ૧૯૪૬ – ૧૯૪૭ વીરેન્દ્રસિંહજી
- અત્યારે વિરેન્દ્રસિંહજીના 3 પુત્રો છે, જેમના કુટુંબો છોટાઉદેપુરના શાહી પરિવારો તરીકે જીવે છે.